હમારી અઘુરી કહાની-4

અલ્લાહ ને રોજ નમાઝ અદા કરી દુઆ કરું છું કે સ્ત્રીનો જન્મ આપે તો ક્યારેય એને નિ:સંતાન ન રાખે.
નિઃસંતાનપણાનું દર્દ કેવું હોય છે મેં અનુભવ્યું છે લગ્ન જીવનના પાંચ વર્ષ સંતાન માટેનો ઝુરાપો..
બચ્ચાદાની મા ગાંઠ હોઈ ખુદાનું એમાં પણ કોઈ રાજ હશે એમ માની કઢાવી નાખી.
પા પા પગલી વિહોણા પ્રાંગણના નિસાસા રોજ એક નવી આશાનું કિરણ લઈને આવતી સવારને ખરાબ કરી દેતા.
રૂક્સાના અમારી કામવાળી હતી.
એનું ઉપસેલું ઉદર જોઈ સંતાન પ્રાપ્તિ માટેની મારી ઇચ્છાઓ બળવો પોકારી જતી.
જોકે હું એને સાચવતી. સારું સારું જમવાનું બનાવી એને પૌષ્ટિક આહાર પૂરો પાડતી.
જાણે કે માં એ નહોતી બનવાની હું જ બનવાની ના હોંઉ..?"
ઘણા વર્ષો પહેલા એનો દારૂડિયો પતિ એને મુકીને ચાલ્યો ગયો હતો.
ત્યારે એને પોતાના પેટમાં ઉછરી રહેલા બાળકનો ખયાલ કરી જીવતી રહી.
ગમે તેવો પતિ હોય છતાં એનો હાથ માથા પર હોય ત્યારે સમાજમાં જીવતા ઉજળા વરુઓ પિંખી નાખવા સમર્થ હોતા નથી.
પતિ વિના ઈજ્જતને બચાવવી જીવવું એક સ્ત્રી માટે પડકારરૂપ હોય છે જે એને કરી બતાવ્યુ.
એ અહીં તહી લોકો ને ઘરે ઠીકરા ધોઈને ગુજરાન ચલાવતી હતી.
હું એને દીકરીની જેમ સાચવતી.
પુરા દહાડા જતા હોઈ એને પાસે બેસાડી.
એના મહેનતાણા ઉપરાંત 10000 રૂપિયા એના હાથમાં થમાવતા કહ્યું
"બેટા તારે પૂરા દહાડા જાય છે હવે આરામ કરવો જોઈએ..!
એ મારી સામે જોયા કરતી હતી એક પણ શબ્દ બોલી નહી.
પણ આંખમાંથી દદડી રહેલાં એનાં આંસુ એના હૃદયની વ્યથા ઠાલવી રહ્યાં હતાં.
"માં..!"
એના મુખમાંથી નીકળેલો આ એક શબ્દ મારા મારાથી કરે ઉતરી ગયો.
 મેં એને ગળે લગાવી લીધી.
જાણે કે ખુદાએ રહેમતથી જોલી ભરી દીધી હતી.
મે એના આંસુઓ લૂછ્યાં.
"જો તને વાંધો ના હોય તો મારા ઘરે રહી શકે છે..!"
"ના મા મારુ ઘર બંધ રહેશે ક્યાંક મારો ઘરવાળો આવી ગયો તો બંધ મકાન જોઈને પાછો ચાલ્યો જશે..!"
પોતાને છોડી જનાર પતિને હજુય સ્વીકારવા એની રાહ જોતી રૂકસાનાની મનોવેદના હું સમજી શકતી હતી.
એટલે પછી મેં કોઇ પ્રતિકાર ન કર્યો.
એને ઘરે વળાવતી વખતે મારી આંખો સજલ હતી.
"કઈ પણ જરૂર હોય એક કોલ કરી દેજે..!"
"હા, એવું હશે તો કહી દઈશ..!"
એ ગઈ હતી જિંદગીમાં ફરી સૂનકાર વ્યાપી ગયો હતો.
મન એ આશાએ પ્રફુલ્લિત હતું કે એના બાળકો મારા પ્રાંગણમાં રમશે.
એક એક દિવસ લાંબો થતો જતો હતો.
રૂકસાનાના ફોનની હું રોજ રાહ જોતી.
અને એક દિવસ સિવિલમાંથી મને ફોન આવ્યો.
"રૂકસાનાને તમે ઓળખો છો..?
"હા" મેં કહ્યુ.
મારૂ હ્રદય એક ધબકારો ચૂકી ગયુ.
સિવિલમાં આવી જાઓ.. જેમ બને તેમ જલદી પ્લીઝ..!!
નર્સે વિનંતી કરતી હોય એમ કહેલુ.
મનમાં ધ્રાસ્કો પડ્યો અનેક આશંકાઓથી મન ધેરાઈ ગયુ.
તાબડતોડ હું હોસ્પિટલે પહોંચી..
ગાયનેક વોર્ડમાં દોડી ગઈ.
"રૂક્સાના શેખ અહી એડમિટ છે..?"
તમે સાયરા મેમને..?"
"હા, !" ઉતાવળે મે ડોકુ ધુણાવ્યુ.
નર્સે જે શબ્દો કહ્યા એનાથી મારા પર જાણે વિજળી પડી.
હું ત્યાં જ ફસડાઈ પડી.
બે નર્સો અને એક અજાણ્યા ભાઈએ મને પકડી ચેર પર બેસાડી.
પાણી આપ્યુ.
મારી આંખમાં અંધકારનાં વાદળો ધેરાઈ વળેલાં.
આઈ એમ સોરી મેમ..! પ્રસુતિની પીડાએ એને હરાવી દીધી.
 અમારી મજબુરી છે કે લોકોને આવા માઠા સમાચાર પણ આપવા પડે છે..!"
બન્ને બાળકીઓ તંદુરસ્ત છે. મરતાં પહેલાં રુક્સાનાએ લેખિતમાં બન્ને બાળકીઓ તમને સુપરત કરવાનુ કહ્યું છે.
એ તમને છેલ્લા સમયે ખુબ યાદ કરતી હતી.
બહું સમજાવી ત્યારે તમારો મો. નંબર આપ્યો.
એક ફોર્મમાં તમારા સિગ્નેચર જોઈશે પછી તમે બન્ને જુડવા દિકરીને લઈ જઈ શકો છો.
એની ડેડબોડી પણ તમને મળી જશે.!
કુદરતની કેવી મજાકનો હું ભોગ બનેલી.
એક દિકરીને છીનવી લીધી હતી.
અને બે નવજાત દિકરીઓ માળા ખોળે ધરી દીધી.
રડવુ કે હસવુ સમજાતુ નહોતુ.
મેં અજિજ ને ફોન કરી બોલાવી લીધા.
અમારે બે કામ કરવાનાં હતાં.
દિકરીઓના આગમનને વધાવી લેવુ હતું.
અને રુક્સાનાની દફનવિધિ કરી ફરજ નિભાવવી હતી.















टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

હોરર સ્ટોરી ચીસ -4

હોરર સ્ટોરી ચીસ-7

ધરતી આકાશ નવલકથા સમિક્ષા