કઠપૂતલી-1
એક એવી રહસ્ય કથા જે તમને અનેક આંચકા આપવા તૈયાર છે તો ચાલો સફરમાં "કઠપૂતળી"ની *** **** *** ***** 1 દિલ્હી ગેટથી આરંભાતા રિંગરોડ પર હોટલ લોર્ડપ્લાજાના મેઈન ગેટ પર એ ઉભી હતી. ગુલાબી જરી વર્કની સાડીમાં એનો ઉજળો વાન પૂર્ણિમાના ચંદ્રની રોશની જેવો ભભકતો હતો. સેમ કલરના બ્લાઉજમાં પીઠ તરફની દિલ આકારની બીગ ગેપમાંથી એના વાંસાનો ઉધાડ જોઈ એવુ લાગે જાણે વ્હેલ માછલીના પેટનો લીસ્સો વાઈટ નજારો.. વાહનોની પસાર થઈ રહેલી વણજારમાં મોટાભાગની દ્રષ્ટિઓ એને જ વિંધતી હતી. જોકે હવે એ આવી દ્રષ્ટીઓથી હેવાઈ ગઈ હતી. કાનમાં ચળકતાં ડાયમન મઢ્યાં લાંગ એરિંગ્સ એના લૂકને આકર્ષક બનાવતાં હતાં. ઉંચી એડીના ગુલાબી સેન્ડલથી જાણે એને ફાવટ નહોતી આવી રહી. વળી વળીને એ પગ તરફ જોઈ પોતાનુ બેલેન્સ જાળવવાની કોશિશ કરી રહી હતી. લગભગ પાંચ મિનિટ વેઈટિંગ પછી એક બ્રાઉન કલરની ઈનોવા એની પડખે આવીને થોભી. સાઈડ મિરર ઉઘડ્યો. ભીતરેથી લેફ્ટસાઈડ ના મિરરમાંથી વાંકડીયા ગુછેદાર વાળથી શોભતો ફિલ્મી હીરોની જાંખી ...