संदेश

मार्च, 2020 की पोस्ट दिखाई जा रही हैं

જિન્નાત-1

મિત્રો ફરી એકવાર જીન્નાત ને તમારી સમક્ષ લઈને આવું છું આશા રાખું છું કે કાળકલંકની જેમ જિન્નાત તમને થથરાવી  મૂકશે.. એક બોલ્ડ હોરર સ્ટોરી લઈને હાજર છું..                   1 મહેફૂઝ વિલાની રોશની ચકાચોંધ કરી જતી હતી. રાતના અંધારામાં જગમગાતો એ બંગલો શહેરની કોઈ આલીશાન અજાયબી જેવો લાગતો હતો. આજની વાત જરા જુદી હતી બંગલા ની સાથે સાથે આસપાસના તમામ વિસ્તારને ઝળુહળુ થતી રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યો હતો. કેમ ના હોય..? સુલતાન ની જાગીરીના એકમાત્ર વારસદાર ખલીલના આજે નિકાહ થયા હતા. આખા શહેરમાં એક સન્માનનીય વ્યક્તિની છાપ ધરાવનાર સુલતાને શોખથી આર્મી જોઈન કરેલી.  નજાણે કેટલી વાર મોતને ચકમો આપી એ પાછો ફર્યો હતો. જ્યારે એ રીટાયર થયો ત્યારે એના શરીર પર 40 ગોળીઓના સાબૂત નિશાન હતા. ખલીલ જાણે કે સુલતાનની જ પ્રતિકૃતિ હતો. પાકો રંગ, ગોળમટોળ ચહેરો , વાંકડિયા વાળ, અને ઝીલ જેવી આંખો જોનારને ઘાયલ કરવા સક્ષમ હતી. એની લાઈફ સ્ટાઈલ સૌથી અલગ હતી. પોતાની મરજી પ્રમાણે એ જીવતો. એક રાજકુમાર જેવી એની જિંદગી હતી. માગ્યા વિના એને બધું જ પ્રાપ્ય હતું. ગુલશન સાથે નિકાહ પણ...