હોરર સ્ટોરી ચીસ -4

(આગળના પ્રકરણ માં આપણે જોયુ કે શબનમ પોતાની બગડતી હાલત જોતાં માર્થાને બોલાવી લે છે.
માર્થા શબનમ જોડેથી હવેલીની વાત સાંભળી ચોકી ઉઠે છે. કોઈક એવુ રાજ છે માર્થા જાણે છે..
હવેલી સાથે સંકળાયેલી ધટનાઓ ના પરદા ઉધડે છે ત્યારે.  હવે આગળ)

આખા ખંડમાં લોબાનનો ધૂપ બળતો હતો.
કમરો ધુંમાડાના શ્વેત આવરણથી ગોટાઈ ગયો હતો.
ગુલાબ, મોગરો અને જન્નતુલ ફીરદોશ અત્તરોની મહેંકથી કમરાનુ વાતાવરણ મધમધી ઉઠ્યુ હતુ.
શ્વેત લિબાસમાં મૌલાના આસન પર બેઠા હતા. માથા પર ટોપીને બદલે લીલી પાગડી હતી.
એમનુ પડખુ દાબી કાજી સાહેબ બેસેલા.
આ મૌલાનાનૌ અલાયદો ખંડ હતો.
જેને હમેશાં એ પાકસાફ રાખતા. કોઈ સ્ત્રીને પણ પ્રવેશવાની મનાઈ હતી એ કમરામાં.
એમનાં ઈલ્મ અમલને લગતાં તમામ કાર્યો અહીંજ થતાં.
અત્યારે એમની સામે એક વિશાળ ગોળાકાર અરિસો ગોઢવાયેલ હતો.
શબનમના ગયા પછી મૌલાનાએ કાજી સાહેબને બોલાવી લીધેલા.
કારણ કે એમના સંજ્ઞાનમાં કોઈ ખાસ વાત આવેલી.
જેને સહજમાં લેવાય એમ નહોતી.
કાજીસાહેબ પણ જાણવા અધિર હતા.
શબનમે આખરે શુ જોયુ હતુ. અને મૌલાના ના કહેવા પ્રમાણે હવેલીમાં આત્માઓ મૌજૂદ હતી તો એ કોની હતી..?
"આપ દેખતે જાઈએ કાજીસાહબ..!"
મૌલાનાએ આંખો ફાડી ફાડી જોઈ રહેલા કાજી સાહેબને ધરપત દેતાં કહ્યુ.
અભી હમકો સબ પતા ચલ જાયેગા કી આખીર માજરા ક્યા હૈ..?
ઈસ ગોલાકાર કાચ પર મૂજે પહેલે કાજલ લગા લેને દો..!"
"યે કૈસા કાજલ હૈ મૌલાના સાબ..?ઓર ઉસે આઈને પર ક્યો લગાયા જા રહા હે..?"
ક્યો કી હાજરાત કા કાજલ હૈ યે.. બહોત હી ખાસ તરીકેસે બનાયા જાતા હૈ ઈસે.. મછલી ઔર હૂદહૂદ ખગ કી આંખો કા ઈસ્તમાલસે યે બનતા હૈ..! બહોત હી નાયાબ ચીજ હૈ યે..!"
મૌલાના એ વાત કરતાં કરતાં કાજલ લગાવી દીધુ.
"અબ આપ આગે આ જાઈએ..!" કાજી સાહેબને પોતાની નજદિક ખેંચતાં એમને કહ્યુ.
"યે લો આ ગયા..!" ઠીક એમની સન્મુખ એ બેઠા.
મૌલાના એ જરાક ટચલી આંગળી પર ડબ્બીમાંથી કાજલ લઈ કાજીસાહેબની આંખમાં આંજી દીધુ.
પોતાની આંખોમાં પણ લગાવ્યુ.
અને પછી બન્ને આઈના સામે બેઠા.
મૌલાના કોઈ તિલસ્મિ આયતોનુ પઠણ કરી રહ્યા હતા.. એક બે ત્રણ.. એમ પાંચેક ક્ષણ વિતી હશે કે ગોળ મિરરમાં ઉજાસ દેખાયો.
એક દ્રશ્ય નજરે પડ્યુ.
કાળોતરો અંધકાર ઉતર્યો હતો.
જો ચંદ્રમા મધ્યાકાશે ઝગતો ન હોત તો અંધકારમાં કોઇની ઉપસ્થિતિનો અણસાર પણ ન આવતો.
જંગલ પ્રદેશમાં થોર અને વિલાયતી બાવળો પવનના સરસરાટમાં ભેંકાર ભાસી રહ્યા હતા
પલાશનાં ઘેઘૂર વૃક્ષો પણ સૂસવાટા મારતાં હતાં.
આછા ઉજાસમાં ચાર ઓળા ઝડપ ભેર વગડાનો ઢોળાવ ચઢી રહ્યા હતા. મધ્યમાં ચાલી રહેલા ઓળાના કંધે સુતી કોથળાનો ભાર લદાયેલો હતો.
"ઝડપ કરો હવેલી હવે દૂર નથી..!"
ચારમાંથી એકનો ભારેખમ અવાજ આવ્યો.
હા યાર..! મારૂ પણ મન હવે કાબુમાં નથી. આ ગોરી પરીની જવાનીને મન ભરીને લૂંટવી છે...!
બીજાએ કહેલુ.
અંગ્રેજો ગયા પણ આપણા દેશને લૂટવાનુ ચાલુ જ છેને..!
આ ગોરાઓ પ્રાચીન અવશેષો જોવાના બહાને બેશકિમતી વસ્તુઓ પરદેશમાં લઈ જઈ લિલામ  કરી રહ્યા છે .!"
હા, અને આપણે પૈસાની લાલચે હવેલીના રખેવાળ પીટર સાથે મળી પ્રાચીન ધન પરદેશને ભેટ ધરી રહ્યા છીએ..!
ઉતાવળે ચાલતા આગળના ઓળાએ કહ્યુ.
જ્યારથી ગોરી મેમને જોયેલી.. મારી મતિ ભમી ગયેલી..
એની સુવાળપને માણવી હતી એટલે હું એ લોકોની જાળમાં સપડાવવાનુ નાટક કરતો રહ્યો. એક બે વસ્તુ આપીને વિશ્વાસ જીતી લીધો.
આજ જતાં હાથ લાગી છે બધુ સાટુ એક સાથે વાળી લઈશુ..!"
ઉબડ ખાબડ માર્ગ પર જાતને સંભાળીને ચાલતા ચારે જણ હવેલીની ફરતે ચણાયેલી પથ્થરોની પહોળી દિવાર જોડે આવી પહોચ્યા.
મેઈન ગેટ પર આવી બાકીના ત્રણેયે હળવેથી કાચની મૂર્તી ઉતારતા હોય એમ પેલાના કંધેથી ભાર નીચે ઉતાર્યો.
"પીટરર..!"
એક જણે લોઢાના ગેટની સાકળ ખટખટાવી પીટરના નામની બૂમ મારી..
કોઈ સળવળાટ નહોતો.
ફરી બીજી વાર અવાજ દીધો..
"પીટર.. ઓ  પીટર..!"
"કૌન હૈ..?"
કહેતો એક આધેડ પુરૂષ ગેટ ભીતર રહેલી નાનકડી ઓરડીમાંથી બહાર ડોકાયો.
ખાખી વર્દી ચોળાયેલી હતી. આંખો લાલધૂમ હતી.. જાણે કે એ નશામાં ધૂત હતો.
"મૈ હું યાદવ.. પીટર..!"
"ઈતની રાત ગયે ક્યો..? આપકા કામ તો હો ગયા થા ના.. અબ આજ ક્યા હૈ..!"
કંઈ પણ બોલ્યા વિના.. સો નુ બંડલ અને શરાબની બ્રાન્ડેડ બોટલ પીટરના હાથમાં થમાવી યાદવે કહ્યુ.
"ગેટ ખોલ દે.. અંદર આકર બાત કરતે હૈ..!"
"ઠીક હૈ..!"
પીટર માની ગયો.
ગેટ ખુલતાંજ ચારેય ભુખ્યા વરૂઓની જેમ બોરીને ઉંચકી ભીતર ઘૂસી ગયા.
                      (ક્રમશ:)

આપના અભિપ્રાયોનો આગ્રહી...
Wtsp 9870063267

     

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

કઠપૂતલી-1

होरर स्टोरी जिन्नात की दुल्हन-1

ચીસ -1