ધરતી આકાશ નવલકથા સમિક્ષા



 ધરતી- આકાશ 

યુવા નવલકથાકાર જયદીપ ભરોળિયાની કલમે સર્જાયેલી પ્રણયની અનોખી દાસ્તાન….

કાઠિયાવાડની ધીંગી ધરાની સંવાદોમાં વર્તાતી મહેક થકી આરંભથી જ કથાનક દિલ જીતી લે છે. ધરતી અને આકાશના પ્રણય મને ગુજરાતી ફિલ્મોના ટેલેન્ટેડ કલાકારો હિતેનકુમાર અને આનંદીનાં દૃશ્યો આંખમાં જીલાય છે. જયદીપ ભરોળિયાએ અનેક ગઝલકારોના શેરને કથાનકમાં વણીને પ્રવાહને રસતરબોળ કરી દીધો છે. ધરતી આકાશના મિલના પ્રસંગો વખતે એવી લાગણી સહજ જન્મતી કે આ સિનના સંવાદો ખૂટે જ નહિ તો… 

આકાશનો દેશપ્રેમ એને મા ભોમની રક્ષાના અતૂટ બંધને બાંધી દે છે તો ધરતીનો પ્રેમ પણ ઈમ્તિહાન લે છે. અનેક લાગણીભીના તાણાવાણાથી ગૂંથાયેલી કહાની એક એવા મોડ પર આવી જાય છે કે ત્યાં આકાશ અને ધરતીના માર્ગ ફંટાઈ જાય છે.

આપણું હૃદય પણ કથાપ્રવાહ સાથે ચીરાઈ જાય છે ચિત્કારી ઊઠે છે, સવાલ કરી ઊઠે છે, આવું કેમ થયું? ધરતી અને આકાશને એક બનાવી નાખતી ક્ષિતિજ ક્યાં ગઈ? નવલકથા આપણા હૃદયના તાર ઝણઝણાવી જાય છે આકાશ જિંદગીને ફક્ત મા ભોમની અમાનત સમજીને દુશ્મનો સામે બંડ પોકારી દે છે. પણ આકાશની જિંદગીને ઝકઝોળવા હજુ એક વાવાઝોડું તૈયાર બેઠું હતું? કાશ એને અંધકારમય ભાવિની જરા સરખી એધાણી હોત...! ખૂબજ ઈમોશનલ સિન વચ્ચે હૃદયના ઊંડાણમાં ઊતરી જતી કથા એટલે….ધરતી આકાશ… 

લખમિન્દર સિંગ, ભૈરવ, સરપંચ, રમિલાબેન રધુ જેવાં પાત્રો ધ્યાન ખેંચે છે તો આરંભમાં ટ્રેનમાં મળી ગયેલાં આશિષ ભૂમિ વિપુલ જેવાં દિલદાર પાત્રો દિલ જીતી લે છે.  કથાનક ટ્રેક પકડવા ભાગતા આકાશથી આરંભાઈને ટ્રેનના એક કોચમાં આકાશની દિલધડક જિંદગીની માર્મિક કહાની સફર કરે છે

તો તૈયાર છો દિલદાર પાત્રોને મળવા? રાધાને પાગલ બનાવનાર વાંસળીના જાદુઈ સૂરોની માયાજાળમાં ડૂબકી મારવા? 

તો એકાકાર થઈ જાઓ ધરતી અને આકાશની ક્ષિતિજના ઐક્ય સંગાથે…...


टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

હોરર સ્ટોરી ચીસ -4

હોરર સ્ટોરી ચીસ-7