ધરતી આકાશ નવલકથા સમિક્ષા
ધરતી- આકાશ યુવા નવલકથાકાર જયદીપ ભરોળિયાની કલમે સર્જાયેલી પ્રણયની અનોખી દાસ્તાન…. કાઠિયાવાડની ધીંગી ધરાની સંવાદોમાં વર્તાતી મહેક થકી આરંભથી જ કથાનક દિલ જીતી લે છે. ધરતી અને આકાશના પ્રણય મને ગુજરાતી ફિલ્મોના ટેલેન્ટેડ કલાકારો હિતેનકુમાર અને આનંદીનાં દૃશ્યો આંખમાં જીલાય છે. જયદીપ ભરોળિયાએ અનેક ગઝલકારોના શેરને કથાનકમાં વણીને પ્રવાહને રસતરબોળ કરી દીધો છે. ધરતી આકાશના મિલના પ્રસંગો વખતે એવી લાગણી સહજ જન્મતી કે આ સિનના સંવાદો ખૂટે જ નહિ તો… આકાશનો દેશપ્રેમ એને મા ભોમની રક્ષાના અતૂટ બંધને બાંધી દે છે તો ધરતીનો પ્રેમ પણ ઈમ્તિહાન લે છે. અનેક લાગણીભીના તાણાવાણાથી ગૂંથાયેલી કહાની એક એવા મોડ પર આવી જાય છે કે ત્યાં આકાશ અને ધરતીના માર્ગ ફંટાઈ જાય છે. આપણું હૃદય પણ કથાપ્રવાહ સાથે ચીરાઈ જાય છે ચિત્કારી ઊઠે છે, સવાલ કરી ઊઠે છે, આવું કેમ થયું? ધરતી અને આકાશને એક બનાવી નાખતી ક્ષિતિજ ક્યાં ગઈ? નવલકથા આપણા હૃદયના તાર ઝણઝણાવી જાય છે આકાશ જિંદગીને ફક્ત મા ભોમની અમાનત સમજીને દુશ્મનો સામે બંડ પોકારી દે છે. પણ આકાશની જિંદગીને ઝકઝોળવા હજુ એક વાવાઝોડું તૈયાર બેઠું હતું? કાશ એને અંધકારમય ભાવિની ...