संदेश

जनवरी, 2019 की पोस्ट दिखाई जा रही हैं

एकम मेरी जिंदगी '

                                                   'एकम' मेरी जिंदगी                                         " सुनिए..!" आवाज सुनकर उसने सर उठा कर देखा! सामने एक लड़की खड़ी थी उसके साथ 4- 5 वर्ष की बच्ची भी थी! " जी कहिए !,उसने कहा! "आंटी मुझे बच्चे के लिए स्कूल यूनिफॉर्म और कुछ बुक्स चाहिए! " हां अभी देती हूं!"  यूं तो उसकी किताबों की दुकान पर रोज कई कस्टमर आते है , पर इस लड़की को देखकर उसके मन में कई तरह के विचार आये!  गोरा रंग लंबा कद! और अच्छे कपड़े देखने में वह एक साधारण लड़की लग रही थी, पर एक चीज जो बार-बार उसका ध्यान अपनी ओर खींच रही थी ! वह थी उसकी आंखें! बड़ी अजीब सी! उनमें से एक आख कांच की थी! जो उसके रूप पर ग्रहण की तरह थी! उसके साथ ही बच्ची बहुत खूबसूरत थी! वह सोचने लगी "ईसका पति पता नहीं कैसा होगा?" इन सब बातों से उसका को...

होरर स्टोरी जिन्नात की दुल्हन-1

मेरे हिंदी पाठकों को ध्यान में रखते हुए उनकी उम्मीदों को नजरअंदाज ना करके एक और कहानी लेकर हाजिर हूं आशा करता हूं की काल कलंक की तरह यह नई कहानी जिन्नात की दुल्हन को आपका बेइंतहा प्यार मिलेगा)                                   जिन्नात की दुल्हनपार्ट -1 'महफूज विला'की रोशनी चकाचौंध कर देने वाली थी! रात के बढ रहे अंधेरे में जगमगाता वह बंगला शहर की कोई आलीशान अजायबी जैसा प्रतीत हो रहा था! आज की बात और थी! बंगले के साथ आसपास के सारे इलाके को रोशनी से जगमगाया गया था! क्यों ना हो..? सुल्तान की जागीरी के एकमात्र वारसदार 'खलील' का आज निकाह हूआ! पूरे शहर में एक सन्माननीय व्यक्ति माना जाने वाले सुल्तानने अपने शौक से आर्मी जोईन की थी! न जाने कितनी बार मौत को चकमा देकर वापस वो लौट आया था ! जब वह रिटायर हुआ तो उसके शरीर पर गोलियों के 40 साबुत निशांन थे! खलील जैसे सुल्तान की ही प्रतिकृति था! साँवला सा रंग गोल चहेरा और झील सी आंखे कयामत ढा रही थी ! उसकी लाइफ स्टाइल सबसे हटके थी! ...

હોરર સ્ટોરી ચીસ-7

                      ચીસ-7 રઘુએ તોતિંગ દરવાજાની મધ્યમાં  ખુલી ગયેલા બાકોરામાંથી જે દ્રશ્ય જોયું એક ખૂબ જ ભયાનક હતું. પેલી અંગ્રેજી યુવતીએ જૂનીપુરાણી એક ગ્લાસની બોટલનો જેવો ઘા કરેલો એવો જ મોટો બ્લાસ્ટ થયેલો. જબરજસ્ત ધમાકામાંથી જન્મેલા ધુમાડાના વિસ્તરી રહેલા સામ્રાજ્ય વચ્ચે બધાંની હાજરી જાણે વિલુપ્ત થઈ ગઈ. આંખો પરસ્પરને જોવા ઓશિયાળી થઈ ત્યારે એક કારમી દર્દનાક ચીસ ચારેના કાનમાં ખૂપી ગઇ હતી. ધુમ્મસ ઓસરતાં પોતાનો એક સાથી સુખો અને અંગ્રેજ મહિલા ગાયબ હતી. સુખાને ગોતવા નીકળેલા રઘુ અને યાદવને આમ અચાનક આવી હાલતમાં અંગ્રેજ મહિલા નજરે પડશે એવી એમણે કલ્પના નહોતી. "એ આપણને અહીંથી ભાગી જવાનું કેમ કહેતી હતી..?" ભાગી રહેલા યાદવે અધ્ધર જીવે રઘુને પૂછ્યું. રઘુના ચહેરા પર બાર વાગેલા એણે જોયા. "કેમકે એ આપણને બચાવવા માગે છે યાર .. ખબર નહિ કેમ પણ મને એવું ફીલ થયું.  સુખાને ગોતવામાં આપણે કોઈ નવી મુસીબતમાં મુકાઈ જઈશું. મોત માથે તોળાતું હોય ત્યારે આપણો જીવ બચાવી બહાર નીકળી જવામાં શાણપણ છે..!" ભાગતાં ભાગતાં રઘુ અટકી અટકીને બોલતો હતો.....

હોરર સ્ટોરી ચીસ-6

                   ચીસ-6 "બસ યહી વો હાદસા હૈ જીસકી વજહ સે હવેલીમે બરસો તક કેદ રહી આત્માએ મુક્ત હુઈ હૈ..!" મૌલાના અસબાબ રાંદેરીએ આઇના પરનુ ધુમ્મસ જોઈ અનુમાન લગાવ્યુ. કાજી સાહેબને હજુય વિશ્વાસ નહોતો થતો. અરિસામાં છવાઈ ગયેલુ ધુમ્મસ ઠરી ઠામ થાયને કંઈક જોવા મળી જાય એવી પ્રબળ ઈચ્છાને આધિન એકધારી મીટ આઈના પર માંડી બેઠા હતા. હવેલીની જે જગ્યા પર તેઓ ખોડાઈ ગયા હતા. ત્યાંથી ટૂકડામાં દેખાતા આકાશની કાળીડિબોંગ ઘનઘોરતામાં ડોકીયુ કરી બેઠેલો ચંદ્રમા અંધકારને નાથવા જાણે ખુલ્લેઆમ મેદાને પડ્યો હતો... વાદળના પડળો ઉધડી રહ્યાં હોય એમ દ્રશ્ય સાફ થતુ ગયુ. "હવે બધુ સાફ થતુ જાય છે..!" કાજીસાહેબની ઉતાવળી અધીરતાનું મન પંખી આંખના ટેરવે બેસી ગયું. હાથમાં રામપુરી ચાકુ લઈને બેવડ વળી ગયેલા રઘુએ યાદવને હેમખેમ જોઈ હૈયે ટાઢક વળી. આંખો આંખોથી વાત કરી સાબદા બની ગયેલા બંને જણા વહી જતી ધુમાડાની પરત ફંફોસતા હતા. એક દીવાલની ઓથ લઈ ઊભેલો કામલે દેખાયો. કામલે જે જગ્યાએ ઊભો હતો ત્યાં લાંબા અણીયાળા શિંગડા વાળા વગડાઉ પ્રાણીના મસ્તકનુ બાવલુ હતું. અને એ બાવલાના શીંગડા લોહીથ...

હોરર સ્ટોરી ચીસ-5

                     ચીસ-5 પાછળના પ્રકરણોમાં આપણે જોયું કે શબનમ ઠાકોર સાહેબ ની હવેલીમાં એમના સંતાનોને કઢંગી હાલતમાં જોઇ લે છે..! બંને સંતાનો આપસમાં એકબીજા માટે એટલી બધી લાગણી અને આદર ભાવ ધરાવતાં હોવાથી આ દ્રશ્ય પચાવવું શબનમ માટે કપરું હતું આખરે શુ રાજ હતુ કયું એવું બળ હતું જેનાથી ગ્રસિત થઈ બંને સંતાનો અનિષ્ટના પથ પર હતાં. ઠાકોર સાહેબનુ અન્ન ખાધું હતું બંને સંતાનોને પોતાના બાળકોની જેમ ઉછેર્યો હતાં ચિંતા થવી સહજ હતી. હવેલીમાં પ્રવેશી ગયેલી બદી ને જડમૂળથી ઉથલાવી બહાર ફેંકી દેવા શબનમ બેબાકળી બની હતી. મનોમંથન પછી પોતાના હિતેચ્છુ એવા કાજી સાહેબ ને મળવાનો નિર્ધાર શબનમે કર્યો. શબનમની વાત સાંભળી કાજી સાહેબ શબનમને સીધા મૌલાના જોડે લઈ ગયા જ્યાં મોલાના અસબાબ રાંદેરીએ હાજરાત ની વિધિ દ્વારા એ વાત જાણી લીધી કે આખરે કઈ ઘટના ના લીધે પ્રેતાત્માઓ ને હવેલીમાંથી બહાર નીકળવું પડ્યુ...? હવેલીની ચોકી કરતો પીટર આખરે કોણ હતો ?અને ખભે બોરી ઉચકીને પ્રવેશેલા ચાર ઓળા કોણ હતા? જાણશું હવે પછી આગળના પાર્ટમાં..           ...

હોરર સ્ટોરી ચીસ -2

                      ચીસ-2 શબનમ આખી રાત પડખાં ધસતી રહી. એને હવેલીમાં જે દ્રશ્યો જોયાં હતાં એ તેની આંખોમાં ભમતાં હતાં. એનુ મન માનવા તૈયાર નહોતુ. બેબીજી અને છોટે ઠાકૂરની હરકતો જોઈ એમનુ મન શર્મથી ઝૂકી જતુ હતુ. એક પવિત્ર રીશ્તાને અશ્લિલતાની ઝાળ કેમ લાગી ગઈ હતી..? એક બીજાને આદર સત્કારથી બોલાવતાં ભાઇ બહેન રાત્રીનો અંધારપટ ઓઢી પ્રેમલો પ્રેમલીની રમતમાં કેમ પડ્યાં હતાં..? છોટે ઠાકૂર બેબીજીને શાહીન શા માટે કહી રહ્યા હતા..? અને બેબીજી નવાબજાદો..! પછી એકાએક કોઈ વસ્તુનુ સ્મરણ થઈ આવ્યુ હોય એમ શબનમની આંખો ઝીણી થઈ ગઈ.. એની નજર સમક્ષ અત્યારે જાણે રાજકુમારી શાહીન ઉપસ્થિત હતી એના માથા પર હિરા જડીત તાજની સાથે ડોકમાં અમૂલ્ય અજાયબી જેવો અદભૂત ચમકથી ભભકતો હિરા મોતી મઢ્યો હાર મૌજૂદ હતો. અને એનાં વસ્ત્રો પણ શાહી રાજકુમારીને શોભે એવાં હતાં. એની પડખેજ નવાબજાદાના રૂપમાં આલમ ઉભો હતો. એના શરીર પર લદાયેલો શાહી ઠાઠ પણ શબનમને ઉડીને આંખે વળગતો હતો. આ દ્રશ્ય પચાવવુ એના માટે ભારે હતુ. જાણે કે એના મનોપ્રદેશને હલબલાવી નાખનારા વિકૃત રહસ્યનો તાગ એ પામી ગઈ...

ચીસ -1

              એક હોરરકથા      ચીસ-1 રાતના સવા બાર થતા હતા. પોતાના ધરના વિશાળ બેડરૂમમાં એ એકલી સૂતી હતી. બારીઓના પરદાઓ આજે કંઈક વધુ જ ફરફડી રહ્યા હતા. પંખાનો સરસર ધ્વનિ પણ કાનોમાં જાણે ઉતરી જતો હતો. દૂર દૂર બધાં કૂતરાં ભેગાં મળીને રડી રહ્યાં હતાં. ફાહૂડીની ચીસો સંભળાતી હતી. રાતની નિરવતામાં ભંગાણ પડ્યુ હતુ. પ્રકૃતિએ પોતાનો ક્રમ તોડ્યો હતો. સમયનુ ચક્ર જાણે ઉલટુ ફરવા લાગ્યુ.  એની આંખ અચાનક ખુલી ગયેલી. શબનમને મહેસૂસ થયુ જાણે કમરામાં કોઈક હતુ. અને એની બેડની લગોલગ ઉભુ હતુ. શબનમે રેશમી મુલાયમ શાલ ઓઢી રાખી હતી. એના શરીરનુ રૂંવુ રૂંવુ ઉભુ થઈ ગયુ હતુ. એણે ડરતાં ડરતાં સહેજ શાલ ઉંચી કરી નાનકડી જીર્રીમાંથી બહાર જોયુ. એનો અહેસાસ બિલકૂલ દુરસ્ત હતો. એની સમિપે જીરો લેમ્પના ઉજાસમાં આગન્તુકનો વાઈટ કૂર્તો શબનમે જોયો. ભયથી એનુ અંગ ધ્રુજી રહ્યુ હતુ. પોતાનાં સંતાનો બીજા કમરામાં સૂતાં હતાં અને પોતે સાવ એકલી જ હતી. એ વાતનો એને પહેલી વાર અફસોસ થયો. એકાએક એનુ હ્રદય ધબકારો ચૂકી ગયુ. એની છાતી પર કોઈ બેસી ગયુ હોય એમ વજન વર્તાયુ. ધીમે-ધીમ...

હોરર સ્ટોરી ચીસ -4

(આગળના પ્રકરણ માં આપણે જોયુ કે શબનમ પોતાની બગડતી હાલત જોતાં માર્થાને બોલાવી લે છે. માર્થા શબનમ જોડેથી હવેલીની વાત સાંભળી ચોકી ઉઠે છે. કોઈક એવુ રાજ છે માર્થા જાણે છે.. હવેલી સાથે સંકળાયેલી ધટનાઓ ના પરદા ઉધડે છે ત્યારે.  હવે આગળ) આખા ખંડમાં લોબાનનો ધૂપ બળતો હતો. કમરો ધુંમાડાના શ્વેત આવરણથી ગોટાઈ ગયો હતો. ગુલાબ, મોગરો અને જન્નતુલ ફીરદોશ અત્તરોની મહેંકથી કમરાનુ વાતાવરણ મધમધી ઉઠ્યુ હતુ. શ્વેત લિબાસમાં મૌલાના આસન પર બેઠા હતા. માથા પર ટોપીને બદલે લીલી પાગડી હતી. એમનુ પડખુ દાબી કાજી સાહેબ બેસેલા. આ મૌલાનાનૌ અલાયદો ખંડ હતો. જેને હમેશાં એ પાકસાફ રાખતા. કોઈ સ્ત્રીને પણ પ્રવેશવાની મનાઈ હતી એ કમરામાં. એમનાં ઈલ્મ અમલને લગતાં તમામ કાર્યો અહીંજ થતાં. અત્યારે એમની સામે એક વિશાળ ગોળાકાર અરિસો ગોઢવાયેલ હતો. શબનમના ગયા પછી મૌલાનાએ કાજી સાહેબને બોલાવી લીધેલા. કારણ કે એમના સંજ્ઞાનમાં કોઈ ખાસ વાત આવેલી. જેને સહજમાં લેવાય એમ નહોતી. કાજીસાહેબ પણ જાણવા અધિર હતા. શબનમે આખરે શુ જોયુ હતુ. અને મૌલાના ના કહેવા પ્રમાણે હવેલીમાં આત્માઓ મૌજૂદ હતી તો એ કોની હતી..? "આપ દેખતે જાઈએ કાજીસાહબ..!"...

(હોરરસ્ટોરી )ચીસ-3

(આગળના ભાગમાં આપણે જોયુ કે ઠાકૂર સાહેબની હવેલીમાં અડધી રાત્રે બે ભાઈ બહેનને વિચિત્ર અને અશ્લિલ હરકતો કરતાં જોઈ ડધાઈ ગયેલી શબનમ કાજી સાહેબને મળે છે. કેમકે બન્ને એકબીજાને અલગ નામથી સંબોધતાં હોઈ એ જોઈ કોઈ પ્રેતાત્માનો સાયો હવેલી પર મંડરાતો હોવાનુ એ દ્રઢ પણે માને છે જ્યારે કાજી સાહેબ મૌલાના અસબાબ રાંદેરીની મુલાકાત કરાવે છે ત્યારે મૌલાના હવેલીમાં શક્તિશાળી પ્રેતાત્માઓનો સાયો હોવાનુ જણાવી મદદ કરવાનુ વચન આપે છે હવે આગળ...)               **  **  **  **  ** મૌલાના અસબાબ રાંદેરીએ તસબી ફેરવતાં ફેરવતાં શબનમને જોતાં વેત કહી દીધેલુ કે "બેટી વો કબસે હવેલી મે પ્રવેશ કર ચૂકે હૈ..!" મતલબ કે પોતે જે જોયુ હતુ, સત્ય હતુ. બન્ને પ્રેતાત્માઓ કોની હતી..? એ પણ શબનમ સમજી ગઈ હતી. કદાચ મૌલાના અસબાબ પણ જાણી ગયા હતા. પ્રેતોની શક્તિનો અંદેશો આવી ગયો હશે એટલે જ પોતાને ચૂપચાપ નિકળી જવાનુ મૌલાનાએ સૂચન કરેલુ. શબનમના શરીરમાં ધીમો કંપ વ્યાપી વળ્યો હતો. શરીર તાવથી ધખવા લાગેલુ. શ્વાસોચ્છવાસની ગતિ અનિયમિત બની ગઈ હતી. એ ધરે આવીને બેડ પર પડી ગઈ. શરીરમાંથી સંપૂર્ણ શ...

હોરર સ્ટોરી "ચીસ-8"

                                માતૃભારતી એપ પર આવતી                                  હોરરસ્ટોરી "                                            ચીસ-8 અંગ્રેજ યુવતી અને યુવકને આંખો ફાડી ફાડીને જોઈ રહેલો પીટર ત્યારે ઉછળી પડ્યો જ્યારે કાચની કરચો ખૂપી જવાથી પેલી યુવતીનો બિહામણો લાગતો લોહિયાળ ચહેરો જોયો. પીટરે ફટાફટ મેન ગેટ ખોલી બહાર છલાંગ લગાવી દીધી.  પિટરે રસ્તાની પરવા કર્યા વિના અણધારી દિશામાં દોટ મૂકેલી. કાજળ કાળીરાતની વગડો ગજવી મૂકતી ફાહુડી અને શિયાળવાંની ચીસો પિટરના બહેરા બનેલા કર્ણને ભેદી શકવા સક્ષમ નહોતી. પિટરે જીવ બચાવવા ખાડા-ટેકરા ઝાડી જાંખરાં , વાડ કાંટા જોયા વિના આંધળી હરણ ફાળ જેવી રફ્તાર પકડેલી..  અધ્ધર જીવે ભાગી રહેલા પીટરનો અચાનક પગ કોઈએ પકડ્યો. એ સાથે જ દારૂના નશામાં ધૂત પીટર...

श्याम ढलने के बाद (गजल )

  श्याम ढलने के बाद सन्नाटे का शहर पिघलने के बाद  हलचल सी है दामन जलने के बाद   उदासी ने दम तोड़ा चौखट पे मेरी  घुंघट मे छीपे चराग जलने के बाद कौन आया ये बवंडर की रेत बैठ गई चमक रहा आफताब निकलने के बाद तेरे शहर से गुजरी होगी ठंड की लहरे जी उठा मै तेरी खुश्बु से मिलने के बाद आया हु राह में कुछ गुल बिखेरता हुवा सूना है  वो आयेंगे श्याम ढलने के बाद