હમારી અધુરી કહાની-1
ધણા સમયથી એક સંવેદનશીલ લવસ્ટોરી લખવાની ઈચ્છા હતી.
બધી જ રનિંગ સ્ટોરી સાથે બેઈન્તહા પ્રેમની સંવેદનાઓ માં આપણે ક્યારેક ડૂબકી મારી લઈશુ.. આ કહાની તમને રડાવી દેશે ... તમારા હ્રદયના તાર જણજણાવી મૂકશે.. આઈ પ્રોમિસ..!
-સાબીરખાન
'નવ્યા..! મને છોડીને ના જઈશ પ્લીજ.. હું એકલો પડી જઈશ..!
ગુંગળાઈને મરી જઈશ..!
જગતની કોઈ પણ ચીજ મને સ્પર્શતી નથી...!
તુ મને છોડીને દૂર ન જઈશ..!
એનો હાથ છોડાવી દૂર જઈ રહેલી નવ્યાને
હારીને લોથપોથ થઈ ગયેલો વંશ રોકાઈ જવા ગળગળા સ્વરે આગ્રહ કરી રહ્યો હતો.
સાવ નિર્લેપતાથી નવ્યાએ વંશને ધૂત્કારતાં કહ્યુ.
"હવે બસ થયુ વંશ..! મારે તમારી કોઈ દલિલ સાંભળવી નથી.. ઈનફ..! આઈ ઓલ રેડી ટોલ્ડ યુ.. હું હવે થાકી ગઇ છું તમારાથી..! તમે મને ભૂલી એક નવુ સ્ટાર્ટપ કરો જિંદગીમાં..!"
એ સડસડાટ કરતી ખાલી હાથે ધર બહાર નીકળી ગઇ..!
કદાય આંખોમાં ઉતરી આવેલી ભીનાશને એ છૂપાવવા માગતી હતી.
વંશનો હાથ હવામાં જૂલતો રહી ગયો. જાણે ભીતરેથી કંઈક ખેચાઈને નિકળી રહ્યુ હતું.
કોઈ એનો જીવ ખેચીને લઈ જઈ રહ્યુ હતું.
એવી ટીસ ઉપડી હતી જાણે જિંદગીનુ સત્વ નિચોવાઈ રહ્યુ હતુ.
જિંદગીમાં ખાલિપો ભરી જનારી નવ્યા માટે પહેલી વાર વંશને અહેસાસ થયો કે પોતે એના વિના કેટલો અધૂરો હતો.
"મિ.વંશ શાહ..!"
રિસેપ્સનિષ્ટે એનુ નામ લીધુ.
એક જ ઝાટકે એ વર્તમાનમાં પટકાઇ ગયો.
એની પડખે ધેરી ચિંતાને લીધે નંખાઇ ગયેલા ચહેરે બેસેલા રામુકાકાએ કહ્યુ.
"બેટા.. તારો વારો આવી ગયો..!
ચાલ તારો હાથ પકડુ..?"
"તમે બેસો રામુ કાકા.. હું ચેકઅપ કરાવી લઉ છું..!"
ડૉક્ટરની વાતો સાંભળી રામુકાકા હારી જશે તો હવે પોતાને કોણ સંભાળશે એવી ભીતી અનાયાસે જ એના મનમાં ઉદભવેલી.
લગભગ અડધો કલાકથી ડો.ગગન પારવાણી ના ક્લિનિક પર વેઈટિંગ રૂમમં બેઠો હતો.
અચાનક ચક્કર આવતાં પડી ગયેલો એટલે રામુકાકા ઓટોમાં એને અપોઈમેન્ટ વિનાજ ક્લિનિક પર લઈ આવેલા.
વંશ ડૉક્ટરની કેબિનમાં દાખલ થયો.
બહુ મોટો પણ નહી અને નાનો પણ ના કહેવાય એવો સપ્રમાણ કન્સલટિંગ રૂમ હતો.
દિવાર પર મદર ટેરેસા અને એક બે મનમોહક પ્રકૃતી ચિત્રો ટિંગાતાં હતાં
એક તરફ કોર્નર પર ગ્રીન અર્ધ ખૂલ્લો પરદો હતો. પરદા પાછળ એકાદ મિટરની ઉંચાઈ પર લાંગ સીટર બેડ હતી.
વંશ નાના બાળકની જેમ ડોક્ટરના ટેબલની બાજુમાં ત્રિપાઈ પરની સ્મોલ ગોળાકાર સીટ પર બેઠો.
"બોલો શુ થાય છે..?"
ગોળમટોળ ચહેરો સપ્રમાણ નાક, તેજસ્વી આંખો પર શોભતા ચશ્મા અને હોઠો પરનું સદાય જીવંત લાગતુ સ્મિત જોઈ વંશને રાહત થઈ.
"ચક્કર આવે છે.. અને અશક્તિ લાગે છે..!
અચાનક શરીરમાં પરસેવો વળી જાય છે.
ક્યારેક ગભરાહટ જેવુ થઈ આંખો આગળ અંધારા આવી જાય છે.
હાથપગ ઠંડા થઈ જાય છે અને સીના મા ક્યારેક દર્દ ઉઠે છે..!
કારણ વિના ધડકનો તેજ થઈ જાય છે..!
"આટલી.. કેટલા દિવસથી આવુ થાય છે..?"
"એ ખબર નથી..!" સાવ લાપરવાહ જવાબ હતો. કારણ કે કેટલા સમયથી એ પોતાની જિંદગી પ્રત્યે બેપરવાહ થઈ ગયેલો.
"એક મિનિટ.. તમારો હાથ આગળ કરો..
ડૉક્ટરે બીપી ચેક કર્યુ..
વંશ હાથ પર થઈ રહેલા હવાના દબાણને જોતો રહ્યો.
ડોક્ટરે પુશ કરવાનુ છોડી દીધુ.
"બીપી 80 કરતા લો છે..!"
એમના ચહેરાની રેખાઓ તંગ થયેલી.
કોઈ ટેન્શન છે.. આટલો નીમ્નરક્ત ચાપ મતલબ માણસ કોમામાં જઈ શકે..!
નિરાશાના ભાવો વધુ પડતા ધેરી વળે એટલે આ પરિસ્થિતિ સર્જાય..
મારે તમારા બ્લડ ટેસ્ટ કરવા પડશે.. શરીરમાં બ્લડનુ પ્રમાણ જાણવુ જરુરી છે..!
ઓ કે ડોક્ટર..!
ટેન્શન હતુ પણ એ ડૉક્ટર સામે ખુલાસો કરી શક્યો નહી.
એની નવ્યા એને સાવ એકલો મૂકી ચાલી ગઈ હતી. અને કેટલાક દિવસથી એ પોતાની સારસંભાળ માં નિરસ બની ગયેલો.
હવે કોઈ વસ્તુમાં મન લાગતુ નહોતુ. અને છેવટે હોસ્પિટલમાં એડમિટ થવાનો વારો આવ્યો.
થોડા દિવસ માટે એડમિટ થઈ જાઓ મારી સામે હશો તો હું બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકીશ..! ડોન્ટ વરી..! ઓકે..!
જાઓ 20મિનિટ પછી તમને બ્લડ ટેસ્ટ માટે બહાર લેબોરેટરીમાં બોલાવશે..!"
ડોક્ટરે લખી આપ્યુ.
વંશને ગુંગળામણ થતી હોય એમ બહાર ભાગ્યો.
બહાર રામુકાકા અધીર બની એની જ રાહ જોતા હતા.
તમે અહીં બેસો રામુકાકા 20 મિનિટ પછી મારુ બ્લડટેસ્ટ કરવાનુ છે
હું બહાર ગાર્ડનમાં લટાર મારુ મનને શાતા વળશે..!"
"ભલે બેટા જા..!"
રામુકાકાએ મિઠાશથી ઉત્તર વાળ્યો.
વંશ ગાર્ડનમાં આવ્યો.
મોટા ભાગનાં લોકો દર્દીઓનાં સગાં હતાં. કોઈ કોઇ દર્દી સિરિજની જોઈન્ટ પટ્ટી સાથે જ બહાર ટહેલવા નિકળ્યાં હતાં.
વંશને હતાશા ધેરી વળી હતી.
એક પળ માટે પણ એ નવ્યાને ભૂલી શકતો નહોતો.
અને નવ્યા.. છોડી ગઈ.. બિઝનસ બન્ને માટે જ તો કરતો હતો. એના પ્રત્યે થોડુ ઓછૂ ધ્યાન અપાયુ એમાં મને તરછોડી જવાનો.. મારા પ્રેમમાં ક્યાંય ઓછપ નહોતી અને તોય..!
એની આંખો ડબડબી ઉઠેલી.
પાણી બહાર ધસી આવે એ પહેલાં એને રૂમાલ આંખો પર લગાવી દીધો..
"હેલ્લો..!"
એક કોમળ સ્વરે એને જબકાવી દીધો.
આંખો બરાબર સાફ નહોતી થઈ છતાં ઝાંખી ઝાંખી એક યુવતીની આકૃતિ એને દેખાઈ..
એણે ચહેરો ફેરવી આંખો સાફ કરી..
સામે જોયુ.
એણે રેડ કલરનુ લોંગ ફ્રોક પહેર્યુ હતું
20-21 વર્ષની ઉમર હશે એની.
ચહેરા પર મોહક સ્મિત વેરતી એ ઉભી હતી.
એના હાથમા પીળા રંગનુ કરેણનુ ફૂલ હતુ.
"મારા ફ્રેન્ડ બનશો..?"
વંશ એની આંખોમાં જોતો રહ્યો.
એના સ્મિત પાછળ છૂપાયેલા અસિમ દર્દને કળવુ જેવાતેવા વ્યક્તિનુ કામ નહોતુ.
વંશ એની આંખોમાં રહેલા દરિયાને જોઈ શક્યો.
"સોરી.. હું તમને મારો પરિચય આપવાનુ ભુલી ગઈ..!
હું જિયા છું.. આ હોસ્પિટલ મારુ ધર છે અહીં આવનારાં દરેક લોકોના ચહેરા વાંચુ છું એમના દર્દને ઉકેલુ છું અને મારાથી બનતા તમામ પ્રયાસ કરૂ છું કે એની મૂસ્કાન પાછી લાવી શકું.. જિંદગીને મન ભરી જીવી લો એ ફરી મળવાની નથી.
બહાર લટાર મારવા નિકળી અને આજે બસ તમે દેખાયા જે પોતાની જ સાથે વાતો કરી રહ્યા હતા.
આત્મગ્લાનિ અનુભવી રહ્યા હતા.
એટલે તમારામાં ઈન્ટરફેર કર્યો..
બોલો.. મારા ફ્રેન્ડ બનશો..!"
એનો ચહેરો સહેજ પીળાશ પડતો અને ઝાખો લાગ્યો.
વંશે એના હાથમાંનુ ફૂલ સ્વિકારી લીધુ.
ઓકે થેંક્સ..!"
ત્યારે જ સિસ્ટરે જિયા.. ના નામનો સાદ દીધો.
"ચાલો.. કાલે ફરી મળશુ.
ગગન સરના પેશન્ટ છોને..?"
એણે સ્મિત સાથે પૂછ્યુ.
વંશે હકારમાં માથુ હલાવ્યુ. એ ચાલી ગઈ પણ એક સવાલ મૂકતી ગઈ વંશના દિમાગ માં ... કોણ છે આ જિયા...?
આંખોમાં આટલુ બધુ દર્દ અને એ પણ મૂસ્કાન પાછળ...!
એ ક્ષણાર્ધ પોતાનુ દર્દ વિસરી ગયો.
( ક્રમશ:)
આપના અભિપ્રાયો હમેશની જેમ
2
----------------
ધીમે ધીમે વરસાદની રીમ જીમ શરૂ થઈ ગઈ હતી
વાતાવરણમાં ભીનાશ ઉતરી આવી હતી
વંશને હવામાં ભળેલો ભેજ સહ્ય લાગ્યો
જોકે એ સ્પેશિયલ રૂમમાં એડમિટ થયો હતો
નવ્યાના વિચારોને હાલ પુરતા તે મગજમાંથી કાઢી નાખવા માગતો હતો એટલે એણે ટીવી સ્ક્રીન ઓન કર્યું.
મુકેશના અવાજમાં એક દર્દભર્યું ગીત રિલીઝ થઇ રહ્યું હતું.
"કિસી રાહ મે કિસી મોડ પર કહીં ચલ ન દેના તુ છોડ કર મેરે હમસફર મેરે હમસફર..!"
એની આંખોમાંથી આંસુઓ ધોધ બની દદડી રહ્યાં હતાં.
પોતાના ચહેરો હથેળીમાં છુપાવી અને નાના બાળકની જેમ એ ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી રહ્યો હતો.
ડોક્ટરે મગજ પર કોઇ વાત લેવાની ના પાડી હતી છતાં નવ્યાના વિચારો એના મન પર બોજ બનીને બેઠા હતા
એ બેડ પર પડ્યો હતો.
સારવાર ડોક્ટરે શરૂ કરી હતી પરંતુ વન્શ અંદરથી જાણે એવું ઇચ્છતો હતો કે એને હવે ઠીક થવું ન હતું.
કોના માટે ઠીક થવું..?
જે હતી તે છોડીને ચાલી ગઈ.
જીવવાનો હવે બીજો કોઇ મકસદ નહોતો એટલે જિંદગી પ્રત્યેથી એને મોહ ઊતરી ગયો હતો.
અને ડોક્ટર ગગન પારવાણી એને ઉભો કરવા પૂર્ણતયા પ્રયાસ કરી રહ્યા હતા.
જિંદગીનું ગણિત એ સમજી શક્યો નહોતો .
નવ્યા એને છોડી જાય એ એના માટે સહ્ય નહોતું.
ડોક્ટર ગગન આવીને કહી ગયા હતા કે શરીરમાં બ્લડ ઓછું હતું.
વધારે પડતા ડિપ્રેશનના કારણે બીપી લો થઇ ગયેલું જેથી ચક્કર આવતા હતા.
ખાવામાં ફળ ફ્રૂટ કાકડી ગાજર મૂળા નું સલાડ એવું બધું વધારવાનું હતું.
લીલી સબ્જીનો જ્યૂસ પીવાનું અને આમળાના રસમાં સરહદ મિલાવી પીવાનું ડોક્ટરે ઉત્તમ છે એવું કહેલું પાણીની માત્રા પણ વધારવાની હતી.
રામુ કાકા વંશ માટે દોડધામ કરી રહ્યા હતા
બધું ધ્યાન ફરી એને બેઠો કરવા માટે રાખતા હતા
પણ હવે તે એવું વિચારવા લાગેલો કે હવે મારે બેઠા થઇને શું કરવું..? મારી દુનિયા તો હવે સાવ વિરાન બની ગઈ.
મેં આઈ કમીન મિસ્ટર વંશ શાહ..!
એ જ મધુર રણકાર ફરી સાંભળી વંશનું હૈયું એક ધબકારો ચૂકી ગયું
હું જ્યારે આવું ત્યારે રોતા રોતા જ હોવ છો આ બધી આદતો તો સ્ત્રીઓને શોભે પુરુષોને એ લક્ષણ ના ગણાય..!
વંશે પોતાની પથારી પરથી બેઠા થવાનો પ્રયાસ કર્યો પણ એ વંશની પડખે બેસી ગઈ તમે રહેવા દો ઊભા થવાની જરૂર નથી.
જીયાએ ટીવી સ્ક્રીન ઓફ કરી નાખ્યું અને ટકોર કરતી હોય એમ કહ્યું આવા મરેલા ગીત સાંભળો એટલે રડવું જ આવે ને.!એની વાત સાંભળી વંશ માંદલુ હસ્યો.
ડોક્ટર ગગન અને પૂછી મારો કમરા નંબર જાણી લીધો હતો મારે તમને ખાસ મળવું હતું
હવે બોલ શું નામ છે એનું જે તમને છોડી ગઈ ..?
નવ્યા..! અનાયાસે વન્શથી તે નામ બોલાઈ ગયું.
અને આંખોમાં રોકી રાખેલો ધોધ ફરી તૂટી પડ્યો.
હું સાંભળવા આવી છું તમારું બધું દર્દ ઠાલવી નાખો...!
પણ એક શરત મારી પણ વાત તમારે સાંભળવી પડશે મારી જિંદગીની વાત મારી અને સમીરના અદ્ભૂત પ્રેમની વાત.
વંશ અને જોતો જ રહ્યો ચહેરો ફિક્કો હતું પણ એ ચહેરામાં મક્કમતા હતી જીજીવિષા હતી અને સામેના વ્યક્તિને જીવિત રાખવાની અદમ્ય ઝંખના હતી એની વાતોમાં...!
(ક્રમશ:)
આપના પ્રતિભાવો આવકાર્ય
પેલી યુવતી વંશની બેડ પર બેઠી હતી.
અને વંશને કહી રહી હતી કે "કોણ હતી એ જે તમને છોડી ગઈ..?
કહો મને હુ જાણવા માગુ છું બધુ..!'
બધુ સાંભળવા માગુ છું ... !
તમારૂ બધુ દર્દ ઠલવી નાખો.
એના ભાવભીના શબ્દો થી વંશની આંખો ભરાઈ ગઈ.
એ કંઈક બોલવા જતો હતો ત્યારેજ નર્સ પ્રવેશી.
સર તમારી બોટલ પૂરી થઈ ગઈ છે. ગગન સર એમની તમને બોલાવે છે મલી આવો.
થોડી દવા ઈન્જેક્ટ કરવી છે પણ તમે આવો પછી...!"
નર્સે વંશના જમણા હાથમાં સિરિજ સાથે ભરાવેલી પીન ખેંચી લીધી.
"સોરી જિયા...!"
"પછી મલશુ....!"
"ઈટ્સ ઓકે તમે જઈ આવો હું ફરીવાર આવી જઈશ...!"
વંશના મગજ માં એક નવી ગડમથલ હતી ડોક્ટર શા માટે બોલાવતા હશે...?
અનેક વિચારોના મારો ચડાવી એ ડોક્ટરની કેબીનમાં પ્રવેશ્યો.
આવો વંશ તમારી જ વેઈટ કરતો હતો.
પછી મારે રાઉંડ પર જવુ છે...!"
વંશ ડૉક્ટરની સામે બેઠો.
"તમારી સાથે કોણ બેઠુ હતુ..?"
"જિયા..!"
"તમને કોણે કહ્યુ એ જિયા છે..!"
"એણે જ...!"
"ઓહ...!"
"શુ વાત છે ડોક્ટર એ કોણ છે...?
બહુ ભાવુક અને લાગણીશીલ છે..!"
"હું તમને એ જ જણાવવા માગુ છું..!
એટલા માટે જ તમને બોલાવ્યા છે.
એની સિસ્ટરના નિકાહ વન મન્થ પહેલાં સાઉથ આફ્રિકામાં જોબ કરતા યુવાન સાથે વિડિયો કોન્ફરન્સથી થયેલા.
થોડા દિવસ પહેલાં એનો હસબન્ડ એની વાઈફને લેવા આવેલો.
આફ્રીકા જતાં પહેલાં એક રીલેટિવના ધરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જિયા અને જેનબને બાઈક પર લઈ નિકડેલો.
એમના દુર્ભાગ્યે રિંગરોડના બ્રીજ પર બાઈક સ્લિપ થયુ અને એક ગમખ્વાર અકસ્માત સર્જાયો.
જિયાનો હસબન્ડ કોમામા ચાલ્યો ગયો છે.
જિયાનુ માથુ ફીટી ગયેલુ અને એણે ત્યાંજ દમ તોડી દીધો હતો.
જ્યારે જેનબને નાના મગજમાં ઇજા થઈ છે. એટલે એ પોતાની જાતને ભુલી ગઈ છે યાદ આવે તો જેનબ નહી તો બધાને જિયા તરીકે પરિચય આપે છે
એટલી ઉમ્મિદ છે કે તે ઠીક થઈ જશે કારણ કે એ પોતાના પ્રેમને ભૂલી નથી અને પ્રેમ તો માણસને જીવાડે છે બસ પાત્ર નિષ્કપટી અને સાચો પ્રેમ કરનારુ હોવુ જોઈએ..
એના સદનસિબે અેને પ્રેમ ઉત્કૃષ્ટ મલ્યો.
પણ એની બદકિસ્મતીએ ક્યાં એનો પિછો છોડ્યો છે.
એ હોસ્પિટલમાં આવી ગઈ છે જિયા મૃત્યુ પામી છે અને એ જાતને ભુલી જાય છે
એટલે જ તમને કહેતો હતો.
એને સપોટ કરવાનો છે એનુ માઈન્ડ કાર્યરત રહેશે તો એ જલદી સાજી થઈ જશે.
તમારૂ હોસ્પિટલ માં રોકાણ વધારવુ પડે તો તમારી પરવાનગી થી વધારશુ.
તમે ઈચ્છો તો જ...!"
"જરૂર મારૂ સોભાગ્ય કે હુ એને કામ આવી શકુ..!"
"હા બઉ ઓછા લોકો સાથે એ વાત કરે છે..! જરૂર તમારી સાથે એની મુલાકાત કૂદરતનો કોઈ કરિશ્મો કે શુભ સંયોગ હશે..!"
વંશ એના વિશે શુ ધારતો હતો ને કેવી વેદના ભરી લાઈફ હતી જેમાં પેશન્ટને જ જાણ નહોતી કે એ કોઈ દર્દથી પીડીત છે..
અને ખાસ વંશ એને અમારો આખો સ્ટાફ બકુ... કહીને બોલાવે છે તમેય બકુ કહેશો તો એને હૂંફ મલશે..!
એનો સમિર એને "મારી બકુ" મારી બકુ" જ કહ્યા કરે છે..!"
ઓહ સો સ્વિટ...!
વંશ ડૉક્ટરના તેજસ્વી ચહેરાને જોતો જ રહ્યો. પછી બધુ સમજાયુ હેય એમ ઉભો થઈ ગયો..
ઓકે નીડ ટુ ટેઈક રેસ્ટ... ગો નાઉ ...ફ્રેન્ડ..!"
ટેઈક કેર મારી વાતો દિમાગ માં રાખજો.. બકુ નુ ધ્યાન રાખજો.. એને લાગણીઓની જરૂર છે..!"
સ્યોર ડૉક્ટર..! કહેતો વંશ ડોક્ટર ની કેબિનમાંથી બહાર ભાગ્યો.
(ક્રમશ:)
3
-------------------
વંશ પોતાના સ્પેશિયલ વોર્ડમાં આવ્યો.
એનુ મન સૂન્ન થઈ ગયેલુ.
એ પોતાનુ દર્દ ભૂલી ગયો હતો.
અને આ માસૂમ છોકરીની જિંદગી એની આંખોમાં ધુમરાવા લાગી હતી.
સિસ્ટરે આવીને વંશના હાથની નસમાં ખૂપાવેલી સિરિજમાંથી દવા ઈન્જેક્ટ કરી.
"સિસ્ટર આ છોકરી વિશે તમે કંઈ જાણો છો..?"
વંશે સિસ્ટર જોડેથી કંઈક વધુ જાણવા મલશે એ આશયથી એમને પૂછ્યુ.
"હા, સર .. હમણાં તમારી જોડે હતી એનુ પૂછો છોને..?"
હા, એની જ વાત કરૂ છું..!
તમને ગગન સરે એટલે જ બોલાવ્યા હશે.
તમને ખબર નથી પણ એ ત્રણેયની જિંદગી પર કુદરતનો કહેર ઉતર્યો છે..!
તમને ગગન સરે કહ્યુ જિયા અને જેનબ જૂડવા બહેનો થાય જેમાંથી એક બચી ગઈ છે.. એ જેનબ છે કે એતો જિયા ડૉક્ટરને પણ ખબર નથી.
કારણ કે જેને જેનબ સમજીએ છીએ એ પોતાનો પરિચય જેનબ તરીકે આપે છે
જિયાનો હસબંડ જ જાણે છે કે આ બન્નમાં જિયા કોણ અને જેનબ કોણ..
મુદ્દાની વાત એ છે કે બન્ને સારી રીતે જાણનારો કોમામાં છે...!"
"માય ગોડ.. એવુ છે..?"
એનો મતલબ તો એ થયો કે અહીં આવનારી છોકરી જિયા પણ હોઈ શકે છે.. અને જેનબ પણ..!
આ તો છોકરાનાં ફાધર આવેલા સિવિલથી આ છોકરીને મલવા એમણે કહ્યુ કે એમના છોકરાનાં લગ્ન જેનબ સાથે થયેલાં પણ જે છોકરી મોતને ભેટી એ કોણ હતી એ રહસ્ય જ છે... અમને પણ ખબર નથી વહુ જીવે છે કે મૃત્યુ પામી...!
મને પણ સર એ જાણીને આશ્ચર્ય થયેલુ કે છોકરાના મા બાપ પણ હકીકત નથી જાણતાં..!
"ઓહ... ભારે થઈ છે.. હવે ..!"
બન્ને માંથી એકની માનસિક સ્થિતી સારી થાય તો જાણવા મલે કે કોણ જીવે છે જીયા કે જેનબ..?"
"ગગન સર તો કહેતા હતાને એને પોતાની લવસ્ટોરી યાદ છે..?"
બન્નેને એકબીજાની જિંદગીનો ખ્યાલ હતો.
હવે આ છોકરી કોની લવ સ્ટોરીની વાત કપે છે કોને ખબર.. એને પોતે જ ખબર નથી કે એ કોણ છે..!"
બન્નેના શોખ સરખા.. કપડાં સરખા..
રહેણી કહેણી.. બધુ જ સેમ... ભલભલા બન્નેને જોઈ ગોથાં ખાઈ જાય મે એવુ સાંભડેલુ એ બન્ને વિશે..!
તો તો.. ભારે કરી.. યાર.. મારે ગમે તેમ તોય એ છોકરીની વાતોમાં ઈન્ટ્રલ લેવો જોઈએ ..
કદાચ એને બધુ યાદ આવી જાય.. તો ગુચ ઉકેલાઈ જાય..
"છોકરીનાં પેરેન્ટસ્ નથી સિસ્ટર..?"
બન્નેને બચપનમાં જ મુકી એક્સિડેન્ટમાં ચાલ્યાં ગયેલાં.
દાદાએ છોકરીઓને ઉછેરી.
અને કાકાએ મેરેજ કરાવ્યા પણ..
કોઈ પારખવા તૈયાર નથી કે કોણ જીવે છે બન્નેમાંથી...!"
બન્ને જુડબા બહેનો ને ઓળખવામાં પેરંન્ટસ્ પણ ક્યારેક થાપ ખાઈ જતાં.
બન્ને એકરૂપ હોવાથી હમેશાં બન્નેનાં કપડાંથી લઈ વાળની હેર સ્ટાઈલ સુધી સરખી જ રહેતી.
બન્ને અલગ નામથી જ ઓળખાતી બાકી એમની સ્પેશયલ ઓળખ માટે ફીંગર પ્રિંટ જેવી ક્યારેય જરૂર વર્તાઈ નહોતી.
બહુ જ અટપટો કેસ છે..!"
(ક્રમશ:)
टिप्पणियाँ
एक टिप्पणी भेजें