હમારી અધૂરી કહાની-5

સવાર ઉધડી સોનેરી રતાશ વેરતી..
હવે લાગતુ હતુ જીવન સાચા અર્થમાં ધબકી રહ્યુ છે.

જિંદગીનો ખાલિપો આમ અણધાર્યો ભરાઈ જશે એની કલ્પના નહોતી..!"
સાયરાજીની આંખોમાં અદભૂત ચમક હતી. સંતોષ હતો.
 તૃપ્તી હતી  વર્ષો સુધી તપસ્યા કર્યા પછી કોઈ સમાધિગ્રસ્ત સાધકને ફલસૃતી પ્રાપ્ત થઈ હોય એવી..
વંશ એક માના ચહેરા પર ઉઠેલી હેતની હેલીને કૌતુક ભરી નિગાહે જોતો ભીતરેથી તરબોળ થઈ ગયો હતો.
'વંશ...બેટા...!'
ફરીથી એ મૃદુ સ્વર હ્રદય સોસરવો ઉતરી ગયો.
વંશની આંખો જાણે ધૂધવતી હતી. હ્રદયમાં મીઠી કંમ્પારી ઉઠી.
"જિયાની જિંદગીની હકીકત અમે બધાં ભુલાવી બેઠાં છીએ.. એ મારી દિકરી નથી એવુ કોઈ જાણતુ નથી...!
સિવાય એક સમિર અને એક તમે..!
સમિર થકી એના જીવનમાં બહાર આવી જિંદગીમાં એને આટલી અમે ખુશ ક્યારેય નહોતી જોઈ..
એની જિંદગીમાં વસંતને પૂરબહાર લાવેલા સમિરને એની લાઈફ વિશે જાણવાનો હક હતો.
અને ફરી એજ હક તમને છે બેટા...!
અજીજભાઈ એ કહ્યુ.
જિયાની સ્મૃતિઓ પર છવાતી પરતને ખોલવા તમારુ આગમન ચમત્કૃત સાબિત થયુ..!
તમારા થકી એને નવજીવન મળ્યુ.
તમે એની જિંદગીના તારણહાર છો.
એટલે તમે એના વિશે જાણવાનો હક વણમાગ્યો મેળવી ચૂક્યા છો બેટા..!"
"મારે માતા-પિતા નથી...!
વંશની આંખમાં જળહળીયા આવી ગયાં.
પણ જો એ હોત તો તમારી પ્રતિકૃતિ હોત..!"
જો, ફરી એવુ બોલ્યો છે તો..!
સાયરાજી એ ભાવુક બની જઈ એના મુખ આડો હાથ મૂકતાં કહી દીધુ.
મારીશ.. હું તને..!"
 એ લગભગ મમતાના ધોધથી પલળી ગયો.
તુ અનાથ નથી.. હું તારી મા છું અને આ તારા અબ્બા...!
તારી જાતને એકલી સમજીશ નહી..!
ખુદાતઆલાએ આજ તારા રૂપે દિકરાની ખોટ પણ ભરી દીધી.
સાયરાજી અને અજીજભાઈ બન્નેના આલિંગનમાં તરફડી ઉઠેલા પોતાના વજુદને એણે છૂપાવી દીધુ.
પહેલી વાર હ્રદયનો ખાલિપો ભરાયો હોય એમ લાગ્યુ.
અચાનક સ્પેશ્યલ વોર્ડનુ ડોર ઉધડ્યુ.
નર્સ જિયાને લઈને પ્રવેશી.
વંશને વોર્ડમાં જોતાંજ જીયાના ચહેરા પર લાલાશ નિખરી ગઈ.
"વંશ...!"
એનો અવાજ... વારંવાર સાંભળવો ગમે એવી મીઠાશ હતી.
નર્સ એને મૂકીને ગઈ. વંશને જોઈ એ પોતાનુ તમામ દર્દ ભુલી જતી.
મને પણ તારુ સાનિધ્ય ગમે છે..! તુ મારો સ્પેશ્યલ  ફ્રેન્ડ છે..!
બેડ પર બેઠક લેતાં એને કહ્યુ.
મારી છઠ્ઠી ઇન્દ્રીય અણસાર આપી જતી હતી.
અંદરથી અવાજ ઉઠતો હતો કે તુ મારા કમરામાં ઉપસ્થિત હોઈશ..
"અબ્બા અમ્મી.. ઓળખો છો આ કોણ છે..?"
"વંશ..!!!"
બન્ને એક સાથે બોલ્યાં.
એણે વંશ સામે સવાલ ભરી મીટ માંડી.
વંશે પલકો મીચી પ્રત્યુતર વાળ્યો.
એની આંખમાં શ્રાવણ ભાદરવો હતો.
"બસ હવે રહેવા દે..! આ આંસુઓ અનમોલ છે...! એને આમ વેડફી ન નાખ..
તને ખબર જ છે.. હું કોઈનાં આંસુ જોઈ શકતી નથી..!
તને સાંભળવો છે..!  તારા દર્દને ધૂંટીને પી જવુ છે.
નાઉ જરા રેસ્ટ લઈ લઉ.. પ્લીજ તુ બેસ.  અહીં ચાલ્યો ન જઈશ વંશ..!
એની આંખોનાં પોપચાં ભારે થઈ રહ્યાં હતાં. દયામણી નજરે આજીજી કરતી હોય એમ એ બોલેલી.
સાયરાજીએ એને મોં ખુલ્લુ રહે એ રીતે શાલ ઓઢાડી.
વંશ જિયાની તરફડતી દશા જોઈ પોતાનુ દર્દ વિસરી ગયેલો.
નર્સ બન્ને પેરન્ટ્સને કહીને ગઇ હતી કે ડૉ. ગગન બોલાવે છે..
વંશ તુ જિયા જોડે બેસ.. અમે ડૉક્ટરને મળી આવીએ..!!
કહી અંકલ આન્ટી ગયાં.
વંશ જિયાના માસુમ ચહેરાને જોઈ રહ્યો.
ગુલાબની પંખુડી જેવા હોઠ પર ફીક્કુ સ્મિત હતુ.
***   ****   *****   *****
"વંશ..!
તમને દાસ્તાન કહેવી છે.. સાંભળે છે ને..?
મારા અને સમિરના નિશ્કલંક પ્રેમની વાત..
ઝૂરાપાની વાત...!"
વંશ તંંદ્રામાં હતો.. ક્યાંક ઉંડે ઉંડેથી અવાજ આવતો હોય એમ લાગ્યુ.
એણે ઝબકીને એક વાર જિયાને જોઈ
એ ધસધસાટ ઉંધતી હતી.
છતાં અવાજ આવ્યો હતો... કોઈક લીંક જરુર હતી હ્રદય સાથેના સીધા સંધાણની લીંક...
વંશે ફરી આંખો મીચી દીધી...
***   ***   ****   ****    *******

નિયમિતપણે યોજાતો આંતર કોલેજ યુથ ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારંભ માનવ વિદ્યાભવનના  સવારે ૦૯ઃ૩૦ કલાકે વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રો-વાઈસ ચાન્સેલર, ર્ડા. ભાસ્કર રાવલના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો.
આ વર્ષના યુથ ફેસ્ટિવલમાં સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન ૫૯ જેટલી કોલેજો તથા ૨૬ અનુસ્નાતક વિભાગોમાંથી કુલ ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો.
 આ યુથ ફેસ્ટિવલમાં થીયેટર, લીટરરી ઈવેન્ટ, મ્યુઝિક, ફાઈન આર્ટસ અને ડાન્સની કુલ પાંચ કેટેગરીમાંથી અલગ-અલગ ૨૫ વિવિધ સ્પર્ધાઓ યોજાવાની .
ઉદ્ઘાટન સત્રમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કલ્ચરલ કો-ઓર્ડિનેટર ર્ડા.ગુરસેવકસિંગ, યુથ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝિંગ કમિટિના ચેરમેન પ્રિ. આર.પી.ભોઈ, સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ મજમુદાર સહિત સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો, સેનેટ સભ્યો, સંલગ્ન કોલેજોના આચાર્યો, યુનિવર્સિટીના વિવિધ વિભાગના અધ્યક્ષો સહિત વિશાળ માત્રામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
 કાર્યક્રમની શરૂઆતમાં પ્રિ.આર.પી.ભોઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આજના પ્રસંગે આપણને જે મહાનુભાવો મળ્યા છે તેમની ખુશ્બુ બધે પ્રસરે છે.
પ્રો.ભાસ્કર રાવલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ આપણને સહ આયોજનનો સિધ્ધાંત રોજ શિખવાડે છે.
 આ સ્પર્ધાઓમાં પ્રતિસ્પર્ધીઓ ભાગ લઈ પોતાનું હુન્નર બતાવે છે.
 સ્ટુડન્ટ્સ આવા યુથ ફેસ્ટીવલ દ્વારા પોતાની કળાનું પ્રદર્શન કરી શકે છે.
પોતાની કોલેજનુ નામ રોશન કરી આગળ વધારીએ તેવી વિદ્યાર્થીઓમાં સતત ખેવના રહેલી હોય છે.
કાર્યક્રમમાં પ્રો. સમિર હજુ હમણાં જ પહોચ્ચો.
નાટ્ય ગૃહનો મંચ સજાવવામાં આવ્યો હતો.
બેકગ્રાઉન્ડ મ્યુજિક અને સુરોની મલ્લિકાના જાદુથી સમગ્ર માહોલ વશીભુત હતો.
ભૂલભુલૈયા મૂવીના વિધ્યાબાલન પર ફીલ્માવાયેલા સોંગે બધાંને મંત્રમુગ્ધ કરી નાખેલા.
પ્રો. સમિર માટે આ કોલેજમાં ફસ્ટ યુથ ફેસ્ટિવલ હતો.
એમને પણ પોતાના અભ્યાસ કાળ દરમ્યાન હમેંશાં ઉત્સાહ ભેર પાર્ટીસિપેટ કરતા.
પરંતુ આજે સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધારવા પોતાની કોલેજ વતી સાથે હતા.
શાસ્ત્રીય નૃત્ય માં દરેક કોલેજના one by one પરફોર્મન્સ રજૂ થતાં હતાં ત્યારે અચાનક ભૂલભૂલૈયાનું એક સોંગ
એક તરફ પેલા સમીરને સ્ટેજ તરફ દોડવા મજબૂર કરી..

"આમી જેતો માર... શુધ્ધો જે તો માર...
આમી જે તો માર...
------
શાસ્ત્રીય નૃત્યના તાલપર થિરકતી પગલીઓ ને જોવા એમનું મન બેબાકળુ થઇ ગયેલુ
સ્ટેજ પર વાઈટ પડદો પડેલો હતો.
અને પાછળ પડછાયા જેવો એક આકાર અદભુત નૃત્યથી સમા બાંધી રહ્યો હતો.
મોઢામાં આંગળા ધાલીને અલપ જલપ થતા કલર લાઇટોના ઉજાસમાં ઝગારા મારતા ડ્રેસમાં મખમલી કાયાની મલ્લિકાન જોવા હજારો આંખો બે સબરીથી રાહ જોઇ રહી હતી.
 અને એ હજારો આંખોમાં  થિરકતી ઉંચી એડીઓ પર મંડાઈ ગયેલી આતુર નજરો પ્રો સમિરની પણ હતી.
જિંદગીમાં પહેલી વાર રોમાંચ હતો એક ખેંચાણ ઊભું થયું હ્રદયમાં ઉઠેલા વાવાઝોડાને શાંત કરવા અધીરતાથી સ્ટેજ તરફ મીટ માંડી બેઠો હતો.
અને અદભૂત મંજરો અને કળાઓ પેશ કરી રહેલી નૃત્યાંગનાનો સંમોહનકારી દેહવૈભવ અભિભૂત કરી રહ્યો હતો.
ધીમે ધીમે પડદો ઉઠી રહ્યો હતો.
સ્ટૂડન્ટ્સ ચિચિયારીઓ અને સિટીઓથી એને વધાવી લીધી હતી.
પ્રોફેસર પહેલી વાર એ વાત ભુલી ગયો કે પોતે એક પ્રોફેસર છે.. અને સામે પર્ફોમ કરી રહેલી સ્ટુડન્ટ..
પ્રોફેસર બક્ષીએ સમીરના ખભા પર હાથ મૂકી કહ્યુ.
"આપણી કોલેજ રંગ રાખ્યો છે  હું બિલકુલ સ્યોર છું શાસ્ત્રીય નૃત્યમાં અવ્વલ આપણે જ હોઈશું...!
પ્રોફેસરનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.
આ પર્ફોમન્સ આપણી કોલેજ નું છે..?"
હા એ જીયા છે સેકન્ડ યર્સની ટોપ સ્ટૂડન્ટ..
એક મીઠી ઝણઝણાટી પ્રોફેસર સમીરના હ્રદય માં ઉઠી હતી કંઇક અંશે આંખોને રાહત થઇ..







टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

હોરર સ્ટોરી ચીસ -4

હોરર સ્ટોરી ચીસ-7

ધરતી આકાશ નવલકથા સમિક્ષા